Homeક્રિકેટટાઇમ આઉટ વિવાદ પર...

ટાઇમ આઉટ વિવાદ પર બાંગ્લાદેશના ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ! જાણો કારણ

બાંગ્લાદેશ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે
ટુર્નામેન્ટની બહાર થતા ટીમનો બીજો ઝટકો લાગ્યો છે
દિગ્ગજ ખેલાડીએ ટીમમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં ભૂકંપ આવ્યો છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલિંગ આક્રમણને નવી દિશા આપનાર બોલિંગ કોચે ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. બોલિંગ કોચ 11 નવેમ્બર સુધી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે બોલિંગ કોચ તરીકે જોડાયેલા રહેશે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કરી પુષ્ટી

એક અહેવાલ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં BCBના એક અધિકારીએ કહ્યું, “હા, એલન ડોનાલ્ડે વર્લ્ડ કપ પછી ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની છેલ્લી મેચ બાદ ડોનાલ્ડ હવે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા રહેશે નહીં.

એલન ડોનાલ્ડ માર્ચ 2022માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે બોલિંગ કોચ તરીકે જોડાયેલા રહ્યા. ડોનાલ્ડને ગયા વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપ માટે BCB દ્વારા ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ બોલિંગમાં સુધારા બાદ ડોનાલ્ડનો કાર્યકાળ ODI વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો. જો કે વર્લ્ડ કપ બાદ બાંગ્લાદેશના કોચિંગ સ્ટાફમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

ડોનાલ્ડ અને સાકિબ વચ્ચે વિવાદ થયો હતો

શ્રીલંકા સાથેની મેચ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વિવાદમાં છે. અહેવાલો અનુસાર, ડોનાલ્ડ પણ મેથ્યુઝને ટાઈમ આઉટ કરવા બદલ શાકિબ અલ હસનથી નારાજ હતો. આ મુદ્દે શાકિબ અલ હસન અને ડોનાલ્ડ વચ્ચે દલીલબાજીના સમાચાર પણ છે. એટલું જ નહીં બીસીબીએ આ અંગે ડોનાલ્ડ પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે.

પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં 8 માંથી માત્ર બે મેચ જીતવામાં સફળ રહ્યું છે અને સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સામે પડકાર એ છે કે પોઈન્ટ ટેબલમાં ટોપ-8માં કેવી રીતે રહેવું. જો બાંગ્લાદેશ છેલ્લી મેચ પણ હારી જશે તો તે ટોપ 8માંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ બની શકશે નહીં.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...