Homeક્રિકેટWorld Cup 2023 Most...

World Cup 2023 Most Runs and Most Wickets: ગોલ્ડન બેટની રેસમાં રચિન રવિન્દ્ર સૌથી આગળ, કોહલી અને ડી કોક પાસે છે પાછળ છોડવાની તક

ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રએ વર્લ્ડ કપ 2023માં પોતાની આકર્ષક બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. 23 વર્ષીય રચિનનો આ પહેલો વર્લ્ડ કપ છે અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી, ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર જેવા મહાન ખેલાડીઓ સાથે ટક્કર કરી રહ્યો છે.

રચિને ગુરુવારે શ્રીલંકા સામેની મેચમાં 42 રનની શાનદાર ઇનિંગ રમીને ગોલ્ડન બેટની રેસમાં પહેલું સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ કપ 2023માં તેના નામે 565 રન છે અને તે ડેબ્યૂ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.

કેન વિલિયમસનની ઈજાના કારણે રચિન રવિન્દ્રને વર્લ્ડ કપ 2023માં નંબર-3 પર રમવાની તક મળી હતી. તે સમયે તેની પાસેથી આવા પ્રદર્શનની કોઈને અપેક્ષા નહોતી. તેણે ઈંગ્લેન્ડ સામેની શરૂઆતની મેચમાં સદી ફટકારીને પોતાનું સ્થાન મજબૂત કર્યું અને કેન વિલિયમસનની વાપસી બાદ પણ તે ટીમમાં રહ્યો.

રચિને વર્લ્ડ કપ 2023 લીગ સ્ટેજમાં રમાયેલી 9 મેચોમાં 70.62ની એવરેજ અને 108.45ની સ્ટ્રાઈક રેટ સાથે 565 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. રચિન ઉપરાંત આ યાદીમાં ટોપ-5માં ક્વિન્ટન ડી કોક, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને રોહિત શર્મા છે. કોહલી અને ડી કોક પાસે હાલમાં રચિનને ​​પાછળ છોડવાની તક છે.

વર્લ્ડ કપ 2023માં ટોપ-5 રન સ્કોરર્સ

રચિન રવિન્દ્ર- 565 રન
કવિન્ટન ડી કોક – 550 રન
વિરાટ કોહલી – 543 રન
ડેવિડ વોર્નર – 446 રન
રોહિત શર્મા – 442 રન
વિકેટ ટેકર્સની સૂચિમાં શ્રીલંકાનો મદુશંકા મોખરે
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ખાલી હાથે પરત ફરનાર શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા વર્લ્ડ કપ 2023માં 21 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર છે. જો તે કિવી ટીમ સામે 1-2 વિકેટથી મેળવી શક્યો હોત તો તે પોતાની સ્થિતિ મજબૂત કરી શક્યો હોત.

વાસ્તવમાં તેની પાછળ એડમ ઝમ્પા, માર્કો જેન્સન અને મોહમ્મદ શમી જેવા બોલર છે જે શાનદાર ફોર્મમાં છે. આ યાદીમાં શમી એકમાત્ર એવો બોલર છે જેણે 5થી ઓછી મેચ રમી છે. આ ભારતીય ફાસ્ટ બોલરે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે.

વર્લ્ડ કપ 2023માં ટોપ-5 વિકેટ ટેકર્સ:

દિલશાન મદુશંકા- 21 વિકેટ
એડમ ઝાંપા – 20 વિકેટ
માર્કો જેન્સન- 17 વિકેટ
મોહમ્મદ શમી- 16 વિકેટ
મિશેલ સેન્ટનર – 16 વિકેટ

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...