Homeરસોઈઘરે બનાવો બીટરૂટનો હલવો,...

ઘરે બનાવો બીટરૂટનો હલવો, જાણી લો સરળ રેસીપી…..

મોટાભાગના લોકો હલવો તો પસંદ જ હોય છે. ખાસ કરીને શિયાળામાં લોકો વિવિધ ફળો કે શાકભાજીનો હલવો બનાવે છે. જો કે, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે હાલ ફેસ્ટિવ સિઝન અને શિયાળામાં બીટરૂટનો હલવો બનાવીને ખાઈ શકાય છે. પોષક તત્વોથી ભરપૂર આ હલવો બનાવવામાં ખૂબ જ સરળ છે. ત્યારે જાણો ઘરે જ બીટરૂટનો હલવો બનાવવાની સરળ રેસીપી.

  • કુલ સમય: 40 મિનિટ
  • તૈયારીનો સમય: 20 મિનિટ
  • રસોઈનો સમય: 20 મિનિટ
  • કેટલા લોકો માટે: 4

બીટરૂટનો હલવો બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ બીટરૂટ
  • 500 ગ્રામ દૂધ
  • 60 ગ્રામ ઘી
  • 180 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ ખોયા
  • 50 ગ્રામ કાજુ
  • 30 ગ્રામ બદામ
  • 3 ગ્રામ એલચી પાવડર

બીટરૂટનો હલવો બનાવવાની રીત

તૈયારી:

બીટરૂટને ધોઈ તેની છાલ કાઢીને છીણી લો.બદામને ઉકળતા પાણીમાં મૂકી તેને છોલીને સૂકાવીને તેને લાંબી કાપી લો. એક ચમચી ઘી ગરમમાં કાજુ ફ્રાય કરીને સાઈડ પર મૂકી દો.

હલવો બનાવવા માટે

  • એક પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરીને તેમાં છીણેલું બીટરૂટ ઉમેરી દો અને તેને ધીમી આંચ પર પકાવો.
  • ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીને ધીમી આંચ પર પકાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બીટરૂટ નરમ ન થઈ જાય અને દૂધ સંપૂર્ણપણે સુકાઈ ન જાય.
  • ત્યારબાદ તેમાં ખાંડ, ખોયા નાખીને બીટરૂટ સાથે સારી રીતે મિક્સ કરો.
  • હવે તેમાં ઈલાયચી પાવડર, વધેલું ઘી નાખીને ધીમી આંચ પર થોડો સમય માટે પકાવો.
  • છેલ્લે કાજુ-બદામથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...