Homeક્રિકેટહાઈટેક સિક્યોરીટી તોડી પેલેસ્ટાઇની...

હાઈટેક સિક્યોરીટી તોડી પેલેસ્ટાઇની સમર્થક પીચ પર વિરાટ સુધી પહોચ્યો, કોહલી સહિત લાખો દર્શકો બન્યા દંગ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપના ફાઈનલ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે, પણ ભારતના 3 દમદાર ખેલાડીઓ પેવેલિયન પરત ફરતા ફેન્સમાં નિરાશા વ્યાપી છે. આ બધા વચ્ચે એક ચોકાવનારી ઘટના બની છે, મેચ દરમિયાન એક અજાણ્યો શખ્સ મેદાનમાં વિરાટ કોહલી સુધી પહોચી ગયો હતો.​​​​​​​

સુરક્ષામાં આ મોટી ચૂક છે, કેમ કે આટલી હાઈટેક સિક્યોરીટી તોડી એક યુવક મેદાનમાં ઘૂસી પીચ સુધી પહોચ્યો એ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે.

આ શખ્સ પેલેસ્ટાઇની સમર્થક છે. તેના ટી શર્ટ પર થી આ જોવા મળી રહ્યું છે, હાથમાં કૈક ધ્વજ જેવું લઇ આ યુવક ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો. જો કે થોડી જ વારમાં સિક્યોરીટી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ શુભમન ગીલના રૂપમાં પડી, ગીલ માત્ર 7 રન બનાવી શક્યો છે. શુભમન એડમ ઝમ્પાના બોલનો શિકાર બન્યો અને મિશેલ સ્ટાર્કે તેને કેચ આઉટ કર્યો. જે બાદ તેના સ્થાને બેટિંગ કરવા કિંગ કોહલી મેદાન પર આવ્યો પણ થોડી જ વારમાં બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી. આ બાદ શ્રેયશ અઈયારે પણ પોતાની વિકેટ ગુમાવી છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...