એકવાર હોસ્પિટલમાં
બકો જોર જોરથી બૂમો પાડતો હતો.
ડૉ. ની મા-બેન ક્યાં છે?
મારે અર્જન્ટ કામ છે?
ક્યાં છે ડૉ. ની મા-બેન?
એક નર્સ આવી અને તેને
બકાને જોરથી એક લાફો માર્યો અને
કહ્યું સરખું બોલને કે,
ડૉ.નીમા બહેન ક્યાં છે?
😅😝😂😜🤣🤪
પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીને
ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ,
જયારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે
ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર !
તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા
અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો, ફોટો જોઈને હું એ વિચારું છું,
કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)