Homeક્રિકેટશું લોકસભા ચૂંટણીને કારણે...

શું લોકસભા ચૂંટણીને કારણે ભારતની બહાર યોજાશે IPL 2024? શેડ્યૂલ ક્યારે જાહેર થશે?

IPL 2024 Schedule: ભારતમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે IPL 2024ના આયોજનને લઈને અનિશ્ચિતતાઓ છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલનો નિર્ણય કે આ લીગ આવતા વર્ષે ભારતમાં યોજવામાં આવશે કે ભારતની બહાર તે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત પર નિર્ભર છે. સામાન્યપણે આઈપીએલનું આયોજન માર્ચથી મે દરમિયાન કરવામાં આવે છે અને આ દરમિયાન આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે, આવી સ્થિતિમાં આઈપીએલની 17મી આવૃત્તિનું આયોજન ભારતની બહાર થાય તેવી શક્યતાઓ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કર્યા પછી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આઈપીએલ 2024ના શેડ્યૂલ પર નિર્ણય લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ IPL ગવર્નિંગ કાઉન્સિલ શેડ્યૂલ પર નિર્ણય લેશે. ભારતમાં IPL સંપૂર્ણ રીતે યોજાશે કે આંશિક, તે ચૂંટણી પંચની જાહેરાત બાદ જ નક્કી થશે.”

અગાઉ પણ ચૂંટણીને કારણે ભારતની બહાર શિફ્ટ કરવામાં આવી છે ટૂર્નામેન્ટ
લોકસભા ચૂંટણીને કારણે IPL અગાઉ પણ ઘણી વખત શિફ્ટ કરવામાં આવી છે. આ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન સૌપ્રથમવાર 2009માં દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. જ્યારે 2014માં 5 વર્ષ બાદ ચૂંટણીના કારણે લીગનો પ્રથમ લેગ UAEમાં રમાયો હતો. જો કે, 2019માં ચૂંટણી હોવા છતાં, BCCI ભારતમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં સફળ રહ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે IPL ગવર્નિંગ કાઉન્સિલ આ વખતે શું નિર્ણય લે છે.

પ્રથમ વખત આઈપીએલની હરાજી પણ દેશની બહાર યોજાશે
IPL 2024 ની હરાજી આ વખતે UAE માં થશે, આ પહેલીવાર હશે જ્યારે IPL ની હરાજી દેશની બહાર યોજાશે. એવા અહેવાલો છે કે આ હરાજી 19 ડિસેમ્બરે થઈ શકે છે.

IPL 2024 ક્યારે શરૂ થશે?
IPL 2024ના શેડ્યૂલ સાથે જોડાયેલા ઘણા અહેવાલો સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન 24 માર્ચથી 26 મે વચ્ચે થઈ શકે છે. આઈપીએલના આયોજન અંગે બીસીસીઆઈની સામે બીજી સમસ્યા ટી20 વર્લ્ડ કપ 2024 છે. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024 4 જૂન, 2024થી શરૂ થવાનો છે, આવી સ્થિતિમાં IPL એક અઠવાડિયા પહેલા પૂર્ણ થાય તે જરૂરી છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...