Homeક્રિકેટટોનીએ 'બર્ગર'માંથી થોડો હિસ્સો...

ટોનીએ ‘બર્ગર’માંથી થોડો હિસ્સો માગ્યો!

સાઉથ આફ્રિકાનો ૨૮ વર્ષનો લેફ્ટ-આર્મ મીડિયમ ફાસ્ટ બોલર નાન્ડ્રે બર્ગર મંગળવારે બીજી જ વન-ડે રમ્યો હતો અને એમાં તેણે ઋતુરાજ ગાયકવાડ (૪), તિલક વર્મા (૧૦) અને કે. એલ. રાહુલ (૫૬)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. તે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર વિજેતા બની શકે એમ હતો, પરંતુ ઓપનર ટોની ડી ઝૉર્ઝી (૧૧૯ અણનમ, ૧૨૨ બૉલ, છ સિક્સર, નવ ફોર)એ બે મોટી ભાગીદારી સાથે સાઉથ આફ્રિકાને જિતાડીને પુરસ્કાર પોતાના નામે કરી લીધો હતો.

જોકે દુબઈમાં આઇપીએલ માટે થયેલા મિની ઑક્શનમાં નાન્ડ્રે બર્ગર છેલ્લી પળોમાં છવાઈ ગયો હતો. તેને રાજસ્થાન રૉયલ્સે ૫૦ લાખની મૂળ કિંમતે ખરીદી લીધો હતો. એ વિશે તેના સાથી-ખેલાડી અને મંગળવારના ભારત સામેના મૅચવિનર ટોની ડી ઝૉર્ઝીએ તેના વિશે રમૂજી કમેન્ટ સોશ્યલ મીડિયામાં કરી હતી : ‘બર્ગરે રાજસ્થાન સાથે થયેલા ડીલની રકમ સાઉથ આફ્રિકાની ટીમ માટે વાપરવી જોઈએ, કારણ કે તેને આ સ્તર સુધી (આઇપીએલ સુધી) અમે બધાએ પહોંચાડ્યો છે. ભારત સામેની આ ટૂરમાં હું તેનો રૂમ-મૅટ છું અને હું તેની પાસેથી (ડીલની રકમમાંથી) થોડી અપેક્ષા તો રાખું જ છું.’

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...