Homeરસોઈ મિનિટમાં ઘરે બનાવો ડુંગળીની...

 મિનિટમાં ઘરે બનાવો ડુંગળીની ટેસ્ટી ચટણી, પરાઠા સાથે ખાઈને પડી જશે મોજ

કોઈપણ ભારતીય વાનગીનો સ્વાદ વધારવાનું કામ ચટણી કરે છે. નોર્થથી લઈને સાઉથ સુધીની દરેક જગ્યાએ અલગ-અલગ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. તમે ફુદીનો, કોથમીર, નાળિયેર વગેરેની ચટણી તો ઘણવાર ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય ડુંગળીની ચટણી ટ્રાય કરી છે? આ ખાવામાં જેટલી ટેસ્ટી લાગે છે તેટલી જ તેને બનાવવી પણ સરળ હોય છે. તમે તેને ઢોસા, ઉત્પમ, પરાઠા વગેરે સાથે સર્વ કરી શકો છો.

તે તમામ ડિશનો સ્વાદ અનેક ગણો વધારી દે છે. આજે અમે તમને ડુંગળીની ચટણીની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તમે તેને થોડી જ મિનિટોમાં બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત…

સામગ્રી
ડુંગળી – 1, લીલા મરચા 2-3, કેરીના અથાણાનો મસાલો, સ્વાદ મુજબ મીઠું, દેશી ઘી 1 ચમચી

બનાવવાની રીત
સૌથી પહેલા ડુંગળીને છોલીને ધોઈ લો. પછી ડુંગળીને ટુકડામાં કાપી લો. હવે આ ટુકડાને મિક્સર જારમાં નાખો. સાથે જ લીલા મરચાના ટુકડા નાખો. ત્યારબાદ તેમાં અથાણાનો મસાલો મિક્સ કરો.

અથાણાના મસાલામાં તેલ અને મીઠાની માત્રા એકદમ પરફેક્ટ હોય છે. જે આ ચટણીને એક ટેસ્ટી ઈન્સ્ટેન્સ આચારનો ફ્લેવર પણ આપે છે. જે બાદ આમાં થોડું મીઠું પણ ઉમેરો. હવે મિક્સરની જારમાં આ ડુંગળીને બેથી ત્રણવાર હલાવો. જેથી કરીને એકદમ પેસ્ટ ન બને, પરંતુ ડુંગળીના ટુકડા થઈ જાય અને ડુંગળી થોડી ગ્રાઈન્ડ થઈ જાય.

હવે એક કડાઈ લો, તેને ગરમ કરવા મુકો. જે બાદ તેમના ઘી નાખો. જ્યારે દેશી ઘી ગરમ થઈ જાય ત્યારે ગ્રાઈન્ડ કરેલી ડુંગળીને કડાઈમાં નાખો. એકથી બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર શેકી લો.

તૈયાર છે સ્વાદિષ્ટ મસાલેદાર ડુંગળીની ચટણી. તેને પરાઠા અથવા પુરી સાથે સર્વ કરો. તેને ખાઈને મજા પડી જશે.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...