Homeક્રિકેટIND vs SA: બન્ને...

IND vs SA: બન્ને ટીમ ઓલઆઉટ, 123 વર્ષ પછી બન્યા મોટા રેકોર્ડ

કેપટાઉન ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ઘણું બધું જોવા મળ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો એક જ દિવસમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ તેના બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા હતા.

માર્કરમ 36 રન અને બેડિંગહામ 7 રન બનાવીને ક્રિઝ પર હતા. જ્યારે દિવસની રમત શરૂ થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે ખોટો સાબિત થયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમના બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા. સિરાજ અને બુમરાહની બોલિંગ સામે કોઈ ટકી શક્યું નહીં.

દક્ષિણ આફ્રિકા સૌથી ઓછા સ્કોર પર ઓલ આઉટ

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત સામે માત્ર 55 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. સિરાજે ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ પોતાના નામે કરી હતી. તેમના સિવાય બુમરાહ અને મુકેશ કુમારે પણ 2-2 વિકેટ લીધી હતી.

બન્ને ટીમ તરફથી ના લાગી એક પણ ફિફ્ટી

જવાબી ઇનિંગ્સ રમતી વખતે ભારતે જયસ્વાલની વિકેટ ગુમાવી હતી, તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. ત્યાર બાદ રોહિત અને ગિલે ઇનિંગ્સ ચાલુ રાખી હતી. રોહિત શર્મા 39 રન બનાવીને આઉટ થયો હતો અને ગિલ 36 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી ક્રિઝ પર રહ્યો પરંતુ એક છેડેથી વિકેટ પડી. ટીમ ઈન્ડિયા 153/4 પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલી 46 રને આઉટ થયો હતો. બંને ટીમો તરફથી એક પણ ફિફ્ટી ફટકારી ન હતી. રબાડા, એનગિડી અને બર્ગરને 3-3 વિકેટ મળી, જેનાથી ભારતને 98 રનની લીડ મળી.

દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સની કરી શરૂઆત

આ પછી જવાબમાં રમતા સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. એલ્ગર અને માર્કરામે પ્રથમ વિકેટ માટે 37 રન જોડ્યા હતા. આ દરમિયાન એલ્ગર 12 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી ડી જ્યોર્જી પણ 1 રન બનાવીને જતો રહ્યો હતો. મુકેશ કુમારે બંનેનું નેતૃત્વ કર્યું હતું. બુમરાહે સ્ટબ્સને આઉટ કર્યો પરંતુ થોડા સમય બાદ અમ્પાયર્સ દ્વારા દિવસને સમાપ્ત જાહેરા કરવામાં આવ્યો જે બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 62/3 હતો. આ સાથે ભારત પાસે 36 રનની લીડ છે.

શુભમન ગિલે ટેસ્ટમાં 1000 રન પૂરા કર્યા

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલે પોતાના ટેસ્ટ કરિયરમાં હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. શુભમન ગિલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા. અત્યાર સુધી શુભમન ગિલ 20 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આ સાથે જ આ બેટ્સમેને 31.12ની એવરેજથી 1030 રન બનાવ્યા છે. તેમજ આ ફોર્મેટમાં શુભમન ગિલના નામે 2 સદી છે.

બીજા આ રેકોર્ડ બન્યા

ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ વિકેટ

25 – AUS vs ENG, મેલબોર્ન, 1902
23 – SA vs IND, કેપટાઉન, 2024
22 – ENG વિ AUS, ધ ઓવલ, 1890
22 – AUS vs WI, એડિલેડ, 1951
21 – SA vs ENG, ગકેબરહા, 1896

ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ વિકેટ

27 – ENG વિ AUS, લોર્ડ્સ, 1888 (દિવસ 2)
25 – AUS vs ENG, મેલબોર્ન, 1902 (દિવસ 1)
24 – ENG વિ AUS, ધ ઓવલ, 1896 (દિવસ 2)
24 – IND vs AFG, બેંગલુરુ, 2018 (દિવસ 2)
23 – SA vs AUS, કેપટાઉન, 2011 (દિવસ 2)
23 – SA vs IND, કેપટાઉન, 2024 (દિવસ 1)

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...