Homeમનોરંજનરણબીરને થપ્પડ માર્યા બાદ...

રણબીરને થપ્પડ માર્યા બાદ ખૂબ રડી હતી રશ્મિકા

ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવનાર રશ્મિકા મંદાનાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, ‘આ સીન શૂટ કર્યા પછી હું રડી પડી હતી’

આ દિવસોમાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે જબરદસ્ત વિવાદોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ફિલ્મમાં રશ્મિકાએ રણબીરની પત્નીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ રશ્મિકાએ ફિલ્મના એ સીન વિશે ખુલીને વાત કરી હતી જેમાં તેણીએ રણબીર કપૂરને થપ્પડ મારી હતી. તેણે જણાવ્યું કે આ સીન શૂટ થયા બાદ તે રડી પડી હતી.

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેની પત્ની ‘ગીતાંજલિ’ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, ‘એક સીન એવો છે ફિલ્મમાં જેમાં તેનો ઓનસ્ક્રીન હસબન્ડ રણબીર કપૂર તેને ચિટ કરે છે અને તેના રીએક્શનમાં ગીતાંજલિ તેને થપ્પડ મારે છે. આ સીન શુટ કર્યા પછી હું રડી પડી હતી’

અભિનેત્રી રશ્મિકા આ ​​દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં તેણીએ ફિલ્મ ‘એનિમલ’ના એ સીન વિશે વાત કરતાં કહ્યું કે મને ડિરેક્ટરે બસ આટલું કહ્યું કે એક પત્ની આ પરિસ્થિતિમાં જેવુ અનુભવે બસ એવું જ તારે ફિલ કરવાનું છે. તે આખો સીન એક જ ટેકમાં હતો, કારણ કે તેમાં ઘણું બધું ચાલતું હતું. મણે આ વિશે આ અગાઉથી જણાવવામાં આવ્યું ન હતું. મને ખબર ન હતી કે હું શું કરવા જઈ રહી છું. મને એક્શન અને કટ વચ્ચે કંઈ યાદ નથી. મારું મન સાવ બ્લેન્ક થઈ ગયું હતું.’

આ સીનમાં રણબીરને થપ્પડ માર્યા પછી રશ્મિકા રડી પડી હતી અને સીન પૂરો થયા બાદ તેણી રણબીર પાસે ગઈ અને પૂછ્યું કે શું તે ઠીક છે? અભિનેત્રીએ કહ્યું કે જ્યારે તેણે આ સીન પાછળથી જોયો ત્યારે તેને તે ખૂબ જ ગમ્યું અને તેના પોતાના અભિનયને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. જણાવી દઈએ કે રશ્મિકાએ રણબીર કપૂર સાથે પહેલીવાર ‘એનિમલ’ દ્વારા કામ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...