Homeરસોઈબનાવી લો દહીંવડા, દાઢમાં...

બનાવી લો દહીંવડા, દાઢમાં રહી જશે સ્વાદ

જો તમને પણ આ વાનગી ખૂબ પસંદ છે તો તમે તેને ઘરે ટ્રાય કરી લો તે જરૂરી છે. તો જાણો વડા અને દહીં માટેની ખાસ અને સિમ્પલ રેસિપિ.

દહીંવડા

સામગ્રી

વડા માટે

4 કપ અડદની દાળ
2 કપ મગની દાળ
2 ચપટી હિંગ
2 ટી સ્પૂન અધકચરું વાટેલું જીરુ
2 કપ દહીં
1 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ
મીઠું સ્વાદાનુસાર
તેલ તળવા માટે

દહીં માટે

2 કિલો દહીં
400 ગ્રામ ખાંડ
1 કપ ખજૂર-આમલીની મીઠી ચટણી
4 ટેબલ સ્પૂન દાડમના દાણા
2 ટેબલ સ્પૂન જીરુ, સંચળ, મરીનો મિક્સ પાવડર
2 ટેબલ સ્પૂન લાલ મરચું

રીત

બન્ને દાળને ધોઈને અલગ અલગ પલાળો. છથી સાત કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરું બનાવો. હવે આ ખીરામાં એક ચમચો દહીં નાખીને એકથી દોઢ કલાક રહેવા દો. હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરુ વાટેલું જીરુ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ. ત્રીસથી ચાલીસ સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો. અને બાઉલમાં મૂકો. બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો. અને તેને ઠંડું કરવા ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો. પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરુ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો. અને છેલ્લે દાડમના દાણા નાખીને પીરસો.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...