HomeરસોઈPaneer Chilli Recipe: ડિનરમાં...

Paneer Chilli Recipe: ડિનરમાં બનાવો ટેસ્ટી પનીર ચીલી, ઘરે મળશે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ

જો તમે ચાઈનીઝ ફૂડ ખાવાના શોખીન છો અને પનીર ચીલી ખાવાનું પસંદ કરો છો તો આ રેસિપી ખાસ તમારા માટે છે. આ રેસિપીને ફોલો કરીને તમે સરળતાથી ઘરે જ રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી પનીર ચીલી બનાવીને ખાઈ શકો છો. પનીર ચીલીની આ રેસિપીને બનાવવા માટે કેપ્સીકમ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે આ રેસિપીને સાંજના નાસ્તામાં અથવા કોઈ પાર્ટીમાં ડીશને સર્વ કરી શકો છો.

તો ચાલો જાણીએ પનીર ચીલી કેવી રીતે બનાવવી.

સામગ્રી

200 ગ્રામ પનીર
1 કપ ડુંગળી
3 લીલાં મરચા સમારેલ
1 કપ કેપ્સિકમ
2 ચમચી જીણુ સમારેલું આદુ-લસણ
1 કપ લીલી ડુંગળી
2 ચમચી કોર્ન ફ્લોર
2 ચમચી કોર્ન ફ્લોર પેસ્ટ
2 ચમચી ચીલી સોસ
2 ચમચી સોયા સોસ
-1 ચમચી ટોમેટો સોસ
1 ચમચી વિનેગાર
લાલ મરચું પાવડર
મરી પાવડર
મીઠું
તેલ
બનાવવાની રીત
સૌથી પહેલા પનીરના નાના ચોરસ ટુકડા કરી લો, તેની ઉપર થોડો કોન ફ્લોર, મરી પાવડર અને મીઠું છાંટી બરાબર મિક્સ કરી પનીરને ગોલ્ડન બ્રાઉન તળી નાખો. તળેલા પનીરના ટુકડાને એક વાસણમાં કાઢી લો.

હવે એક કડાઈમાં તેલ મૂકો, જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં આદુ અને લસણ સાંતળો. ત્યારબાદ કડાઈમાં લીલા મરચા, કેપસીકમ, ડુંગળી અને લીલી ડુંગળી નાખો. થોડીવાર સુધી પકાવો.

હવે તેમા ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ, વિનેગાર અને લાલ મરચું પાવડર નાખી મિક્સ કરો. આ મિશ્રણમાં તળેલા પનીરના ટુકાડા નાખીને બરાબર મિક્સ કરો.

તો તૈયાર છે ટેસ્ટી પનીર ચીલી, હવે આ પનીર ચીલીને એક બાઉલમાં ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...