સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં પચાસ રનનો આંકડો પાર કર્યો, પરંતુ શું તમે આ બેટ્સમેનની લવ સ્ટોરી વિશે જાણો છો?
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનની પત્નીનું નામ રોમાના ઝહૂર છે. રોમાના ઝહૂર કાશ્મીરની રહેવાસી છે. સરફરાઝ ખાન અને રોમાના ઝહૂરની લવસ્ટોરી બોલિવૂડની કોઈપણ ફિલ્મ કરતાં ઓછી રસપ્રદ નથી.
રોમાના ઝહૂર સરફરાઝ ખાનની બહેનની મિત્ર હતી. બંને બહેન દ્વારા મિત્ર બન્યા હતા. આ પછી, તેમની મિત્રતા પ્રેમમાં બદલાતા વધુ સમય ન લાગ્યો.
સરફરાઝ ખાન અને રોમાના ઝહૂરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન સરફરાઝ ખાનની પત્ની અને પિતા સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.
સરફરાઝ ખાને તેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. તેણે પ્રથમ દાવમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં 68 રનનું યોગદાન આપ્યું હતું.