Homeરસોઈછ ફ્લેવરના પાણીપુરી નું...

છ ફ્લેવરના પાણીપુરી નું પાણી બનાવવાની રીત

આજ આપણે છ પ્રકારના પાણીપુરી નું પાણી બનાવવાની રીત સાથે સ્ટફિંગ મસાલા સાથે પાણીપુરી બનાવવાની રીત શીખીશું પાણીપુરી તો બધા ને ભાવે પણ હમેશા એક જ ફુદીના વાળુ પાણી ટેસ્ટ કરેલ હસે તો આજ બહાર મળતા અલગ અલગ ટેસ્ટ વાળા પાણી ઘરે તૈયાર કરી અને બે પ્રકારના સ્ટફિંગ મસાલા તૈયાર કરી પાણીપુરી બનાવવાની રીત શીખીશું તો ચાલો

ફુદીના ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
ફુદીના ના પાન 1 કપ
લીલા ધાણા સુધારેલા ½ કપ
લીલા મરચા સુધારેલા 1-2
સંચળ 1 ચમચી
પાણીપુરી મસાલો 2 ચમચી
લીંબુનો રસ 2 ચમચી
જલજીરા 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
લસણના ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
લસણ ની કણી 7-8
ફુદીના ના પાન 10-15
લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
લીલા મરચા સુધારેલા 1-2
સંચળ ½ ચમચી
પાણીપુરી મસાલો 1 ચમચી
લીંબુ નો રસ 1 ચમચી
જલજીરા 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
હજમા હજમ ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
હાજમોલા ગોળી 8-10
ખાંડ 1 ચમચી
કાશ્મીરી લાલ મરચા પાઉડર 2 ચમચી
પાણીપુરી મસાલો 1 ચમચી
જલજિરા 1 ચમચી
લીંબુનો રસ 1-2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
જીરું ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
શેકેલ જીરું પાઉડર 2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
જલજીરા 1 ચમચી
પાણીપુરી મસાલો 1 ચમચી
લીંબુનો રસ 1-2 ચમચી
પાણી જરૂર મુજબ
હિંગ ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
હિંગ 1 ચમચી
આંબલી નો પલ્પ 2 ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
જલજીરા ½ ચમચી
પાણીપુરી મસાલો 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
લીંબુનો રસ 1 ચમચી
સંચળ ½ ચમચી
પાણી જરૂર મુજબ
આંબલી ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી બનાવવા માટેની સામગ્રી
આંબલી ખજૂર નો પલ્પ ½ કપ
પાણીપુરી મસાલો 1 ચમચી
જલજીરા 1 ચમચી
સંચળ ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
પાણી જરૂર મુજબ
બટાકા ચણા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
પાણીપુરી મસાલો 1 ચમચી

બાફેલા બટાકા 3-4
બાફેલા ચણા 1 કપ
જલજીરા ½ ચમચી
લીંબુ નો રસ 1 ચમચી
લાલ મરચાનો પાઉડર ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
રગડા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
બાફેલા બટાકા 2-3
હળદર 1 ચમચી
બાફેલા વટાણા ½ કપ
બાફેલા ચણા 5-6 ચમચી
પાણીપુરી મસાલો 1 ચમચી
તેલ 1 ચમચી
જીરું ½ ચમચી
મીઠા લીમડાના પાન 5-7
પાણી જરૂર મુજબ
પાણીપુરી સર્વિંગ માટેની સામગ્રી
પાણીપુરી ના પાણી
ખારી બુંદી / સેવ
પાણીપુરી નો મસાલો
પાણીપુરી ની પૂરી
pani puri nu pani banavani rit | પાણીપુરી નું પાણી બનાવવાની રીત | pani puri pani recipe gujarati
પાણીપુરી બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કુકર માં બટાકા ને બાફવા મૂકવા અને બીજા કુકર મા ચણા બાફી લેવા ત્યાર બાદ મિક્સર માં અલગ અલગ ફ્લેવર્સ ના પાણી માટે ની ચટણીઓ પીસી પાણી તૈયાર કરીશું ત્યાર બાદ મસાલા તૈયાર કરી લેશું છેલ્લે પાણીપૂરી ની પુરી સાથે સર્વ કરીશું.

ફુદીના નું પાણી બનાવવાની રીત | pudina nu pani banavani rit

ફુદીના નું પાણી બનાવવા એક મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા સુધારેલા, મીઠું, સંચળ, પાણીપુરી મસાલો, લીંબુનો રસ જલજીરા નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો

હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફુદીના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણ

લસણ નું પાણી બનાવવાની રીત | lasan nu pani banavani rit

લસણ નું પાણી બનાવવા મિક્સર જારમાં લસણ ની કણી, સાફ કરી ધોઈ ને રાખેલ ફુદીના ના પાન, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સંચળ, પાણીપુરી મસાલો, લીંબુ નો રસ, જલજીરા અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો

હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે લસણ ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી

હાજમા હજમ પાણી બનાવવાની રીત | hajma hajam pani banavani rit | hajma hajam pani recipe in gujarati
હાજમા હજમ પાણી બનાવવા મિક્સર જારમાં હાજમોલા ગોળી, ખાંડ, કાશ્મીરી લાલ મરચા પાઉડર, પાણીપુરી મસાલો, જલજિરા, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો

હવે એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે હજામા હજમ ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી

જીરા નું પાણી બનાવવાની રીત | જીરા નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | jeera nu pani puri nu pani banavani rit
જીરા નું પાણી બનાવવા મિક્સર જારમાં શેકેલ જીરું પાઉડર,મીઠું સ્વાદ મુજબ જલજીરા, પાણીપુરી મસાલો, લીંબુનો રસ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો

હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે જીરું ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી

હિંગ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | hing nu pani puri nu pani banavani rit
હિંગ નું પાણીપુરી નું પાણી બનાવવા એક વાસણમાં હિંગ, આંબલી નો પલ્પ, લાલ મરચાનો પાઉડર,જલજીરા, પાણીપુરી મસાલો, મીઠું સ્વાદ મુજબ લીંબુનો રસ, સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે હિંગ ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી

આંબલી નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | ambli nu pani puri banavani rit
આંબલી નું પાણીપુરી નું પાણી બનાવવા એક વાસણમાં આંબલી ખજૂર નો પલ્પ, પાણીપુરી મસાલો, જલજીરા, સંચળ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક થી સવા કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે આંબલી ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી

બટાકા ચણા નો મસાલો બનાવવાની રીત | pani puri no masalo banavani rit | પાણીપુરી નો માવો બનાવવાની રીત

પાણીપુરી નીનપુરી માં સ્ટફિંગ કરવા માટે બટકા ચણા નો મસાલો બનાવવા એક વાસણમાં બાફેલા બટાકા , બાફેલા ચણા, પાણીપુરી મસાલો, જલજીરા, લીંબુ નો રસ લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી હાથેથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ને છેલ્લે બે ચાર પુરી ને મેસ કરી ને નાખો ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે બટાકા ચણા નો મસાલો

રગડા નો મસાલો બનાવવાની રીત
જો તમે રગડા વાળી પાણીપુરી ખાવા માગતા હો તો એક વાસણમા બાફેલા બટાકા, બાફેલા વટાણા નાખી મેસ કરી લ્યો ને સાથે એક બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તૈયાર કરેલ બટાકા વટાણા નું મિશ્રણ નાખો એમાં બાફેલા ચણા, હળદર, પાણીપુરી મસાલો નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ ઉકાળી થોડો ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરો ને તૈયાર વઘાર ને રગડા માં નાખી દયો તો તૈયાર છે પાણીપુરી માટે રગડા નો મસાલો

પાણીપુરી સર્વ કરવાની રીત
અલગ અલગ બાઉલ માં અલગ અલગ ફ્લેવર્સ વાળુ ઠંડુ કરેલ પાણી લ્યો એમાં ખારી બુંદી નાખો સાથે તૈયાર કરેલ બટાકા ચણા નો મસાલો અને રગડા મસાલો પ્લેટ માં મૂકો એન પાણી પૂરી ની પુરી ને સેવ સાથે સર્વ કરો પાણીપુરી.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...