Homeક્રિકેટવીપીએલ ટી૨૦માં સ્કૉર્ચર્સ અને...

વીપીએલ ટી૨૦માં સ્કૉર્ચર્સ અને રંગોલી વાઇકિંગ્સનો ચોથો વિજય

સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ પર શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજિત ટી. કે. રુબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) સીઝન-ટૂમાં ગઈ કાલે લીગ રાઉન્ડના બન્ને મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો વિજય થયો હતો. રંગોલી વાઇકિંગ્સ અને સ્કૉર્ચર્સે સીઝનની ચોથી જીત મેળવી હતી, જ્યારે ટીમ આવિષ્કારે સીઝનમાં પ્રથમ વાર પરાજયનો સ્વાદ ચાખ્યો હતો.

રંગોલી વાઇકિંગ્સે હૅટ-ટ્રિક જીત સાથે પૉઇન્ટ ટેબલમાં બીજું અને સ્કૉર્ચર્સે ત્રીજું સ્થાન મેળવી લીધું હતું.

મૅચ ૧૯ : રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૪ રન – રજત સત્રા ૩૯, રિશી ફરિયા ૩૧ અને રુષભ કારિયા ૨૯ રન, કુણાલ નિશર ૨૭ રનમાં બે તથા ભાવેન ગિંદરા ૧૬ રનમાં અને મેહુલ નંદુ ૩૪ રનમાં એક-એક વિકેટ)નો એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૨૨ રન – રોમલ ગડા ૩૬, ઊર્મિલ વીસરિયા ૩૪ અને સંજય ચરલા ૨૧ રન, રુષભ કારિયા ૧૪ રનમાં અને વિરલ શાહ ૨૧ રનમાં બે-બે તેમ જ ફેનિલ ગડા ૯ રનમાં એક વિકેટ) સામે ૪૨ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : રુષભ કારિયા (૧૬ બૉલમાં ૨૯ રન, ૧૪ રનમાં બે વિકેટ).

મૅચ ૨૦ઃ સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૨ રન – પલક સાવલા ૩૭, કુશ ગડા ૩૫ અને રોનક ગાલા ૨૬ રન, હર્ષલ નંદુ ૨૦ રનમાં બે તથા રુષભ દેઢિયા ૧૮ અને મેહુલ ગાલા ૩૦ રનમાં એક-એક વિકેટ) ટીમ આવિષ્કાર (૧૯.૨ ઓવરમાં ૧૨૧ રનમાં ઑલઆઉટ – હર્ષ ગડા ૫૮, પવન રીટા ૨૩ અને હર્શુલ નંદુ ૧૪ રન, મિહિર બૌવા ૧૮ અને પ્રથમ ગાલા ૩૦ રનમાં ૩-૩ વિકેટ તેમ જ પલક સાવલા ૨૯ અને દીપ ગડા ૨૩ રનમાં બે-બે વિકેટ) સામે ૨૧ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : પલક સાવલા (૨૯ બૉલમાં ૩૭ રન, બે વિકેટ અને એક કૅચ).

હવે દસેક દિવસના ક્રિસમસ બ્રેક બાદ બીજી જાન્યુઆરીએ ફરી લીગ રાઉન્ડની શરૂઆત થશે જેમાં સવારે ૯ વાગ્યે સ્કૉર્ચર્સ v/s એમ્પાયર વૉરિયર્સ તથા બપોરે ૧ વાગ્યે પૂર્ણલબ્ધિ બુલ્સ v/s રોઝવૉલ્ટ સનરાઇઝર્સ વચ્ચે ટક્કર જામશે.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...