Homeક્રિકેટપાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટો...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટો બદલાવ, સૈયદ મોહસિન રઝા નકવી બન્યા નવા અધ્યક્ષ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મંગળવારે 6 ફેબ્રુઆરીએ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સૈયદ મોહસિન રઝા નકવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

સૈયદ મોહસિન રઝા નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 37માં અધ્યક્ષ બન્યા છે. લાહોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં આ અંગે એક બેઠક યોજાઈ હતી. બોર્ડ ઓફ ગવર્નર્સની આ બેઠકમાં સૈયદ મોહસિન રઝા નકવીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલા રમીઝ રઝા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 36મા અધ્યક્ષ હતા. રમીઝ રઝાએ આ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો.

પીસીબીને એક વર્ષમાં ચોથો અધ્યક્ષ મળ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં અવારનવાર ગરબડના અહેવાલો આવે છે. એક વર્ષની અંદર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને તેનો ચોથો અધ્યક્ષ મળ્યો છે. મંગળવારે લાહોરમાં PCB અધ્યક્ષ શાહ ખાવરની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ સૈયદ મોહસિન રઝા નકવી હશે. આ પહેલા નજમ સેઠી અને ઝકા અશરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

રમીઝ રઝાએ વર્ષ 2022માં પદ છોડ્યુ

રમીઝ રઝાએ ડિસેમ્બર 2022માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ગરબડ વચ્ચે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના નજમ સેઠીને PCBના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી નજમ સેઠીએ પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ઝકા અશરફને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે સૈયદ મોહસીન રઝા નકવીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

મોહસિન નકવીએ આપી પ્રતિક્રીયા

પીસીબીએ શનિવારે જાહેરાત કરી હતી કે ચૂંટણી કમિશનર અને પીસીબીના કાર્યકારી અધ્યક્ષ શાહ ખાવરે બોર્ડ ઓફ ગવર્નર્સને અંતિમ સ્વરૂપ આપી દીધું છે જે નવા અધ્યક્ષની પસંદગી કરશે. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અને બોર્ડના સંરક્ષક-ચીફ અનવર ઉલ હક કક્કરે મોહસિન નકવીને બોર્ડ ઓફ ગવર્નર્સમાં નામાંકિત કર્યા છે. અન્ય ઉમેદવાર મુસ્તફા રામદે પણ બોર્ડ ઓફ ગવર્નર્સમાં હતા. મોહસિન નકવીએ તેમની ચૂંટણી પછી કહ્યું, “હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટાઈને અત્યંત સન્માનિત અને નમ્રતા અનુભવું છું. મારામાં જે ભરોસો અને આત્મવિશ્વાસ દાખવવામાં આવ્યો છે તેના માટે હું આભારી છું.”

પાકિસ્તાન ક્રિકેટમાં ભારે ઉથલપાથલ

ODI વર્લ્ડકપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. ODI વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને ડાયરેક્ટરને પણ બદલવામાં આવ્યા હતા. બાબર આઝમને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ શાન મસૂદને ટેસ્ટ ટીમનો કેપ્ટન અને શાહીન શાહ આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...